Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વડોદરાના પાદરાના દિવ્યાંગ બાળકે દિલ્હીમાં ડંકો : ડાન્સ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો

ભજીયા વેચી પોતાનું ગુજરાન ચલાવતા આ પરિવારના ઘરે નથી ટીવી કે સુવાની વ્યવસ્થા નથી

વડોદરા: પાદરાના એક વિદ્યાર્થીએ તેના ડાન્સ દ્વારા દિલ્હીમાં ડંકો વગાડ્યો છે શરીરથી લિકલાંગ હોવા છતાં પિતાના સ્વપ્નને પુરૂ કરવા પુત્ર ડાન્સ તરફ આગળ વધી રહ્યો છે. આ બાળકે દિલ્હીમાં યોજાયેલી ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઇ સેમીફાઇનલમાં જીત હાંસલ કરી ફાઇલમાં પહોંચ્યો છે.

   પાદરા તાલુકાનો એક પરિવાર છે જે ભજીયા વેચી પોતાનું જીવન ગુજરી રહ્યો છે. આ પરિવારના ઘરે નથી ટીવી કે સુવાની વ્યવસ્થા નથી. એક શેરીમાં રહેતા પરિવારનો પુત્ર જે હાથે-પગે છે જન્મથી વિકલાંગ છે. સરકારી શાળામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય પુત્ર એ જે કરી બતાવ્યું તે જાણી લોકો ચોકી ઉઠ્યા હતા. કેમ કે, તમે કલ્પના પણ ના કરી શકો કે આટલી નાની વયમાં અને આટલી શરીરમાં તકલીફ હોવા છતાં કે કોઈ ડાન્સ કલાસમાં કલાસ કર્યા વિના એવી રીતે એક શેરીમાં જ તેને પોતાની જાતને હરાવ્યા વિના દિલ્લી સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરી રહ્યો છે.

(12:40 pm IST)