Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શિક્ષકોને દિવાળી ભેટ : સાતમા પગારપંચનો તફાવત ચૂકવવા ડે ,મુખ્યમંત્રીની જાહેરાત

અમદાવાદ :રાજ્ય સરકારે શિક્ષકો માટે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિવાળીના આગલા દિવસે જ શિક્ષકોને ખુશ કરતા નિર્ણયની જાહેરાત કરી સાતમા પગારપંચનો લાભ આપવાની ખાતરી આપી છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી તેની ચૂકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતુ.

 રાજ્ય સરકારના આ નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે. સરકારે જાહેરાત કરતાં જાણે શિક્ષકોની દિવાળી સુધરી ગઈ છે.

  નીતિનભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.

(9:31 pm IST)