Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ: સાંજે 6 સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો

ડાંગના સુબીરમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ, ખેડાના માતરમાં સવા બે ઇંચ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ, ખેડાના માતરમાં સવા બે ઇંચ વરસાદ જ્યારે સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો 

(12:07 am IST)