Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાબરકાંઠામાં વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન :મગફળી,કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો

વરસાદના કારણે કપાસ પીળુ પડી જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ

અમદાવાદ :  પાછોતરા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.  મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે.

  વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસ વાવ્યું હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળુ પડી  જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે.

(12:04 am IST)