Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાબરકાંઠામાં પ્રાંતિજ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ

બાલીસણા, ઉંછા, બાકલપુર, મામરોલી, પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો : ડાંગર અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન જવાની ભીતિ

અમદાવાદ :  સાબરકાંઠામાં પ્રાંતિજ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદના અહેવાલ મળ્યા છે. બાલીસણા, ઉંછા, બાકલપુર, મામરોલી, પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સમયગાળામાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ડાંગર અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવી રહ્યા છે.

(11:10 pm IST)