Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સતત બીજા દિવસે વંદે ભારત ટ્રેનને રખડતા ઢોર નડ્યા :અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગે નુકશાન

બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો

અમદાવાદ : સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આજે આણંદ પાસે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રેનને આગળના ભાગે નુકશાન થવા પામ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે ભેંસ અથડાતા અકસ્માત થયો હતો

ગઈકાલે અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો હતો. જોકે, આ બાદ પણ તેની સર્વિસ પર કોઇ અસર પડી ન હતી. તે રાબેતા મુબજ ચાલી રહી હતી.

(8:33 pm IST)