Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરાના સમતા વિસ્તારમાં ગરબા રમતા બે પિતરાઈ ભાઈઓ પર હુમલો કરી માર મારવામાં આવતા ગુનો દાખલ

વડોદરા:સમતા વિસ્તારમાં ગરબા  રમતા બે પિતરાઇ ભાઇઓ પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમતા પોલીસ ચોકીની સામે સરદાર પટેલ હાઇટ્સમાં રહેતા અભય રતનભાઇ ડબગરે  લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે  રાતે બાર વાગ્યે સરદાર પટેલ હાઇટ્સના કોમન પ્લોટમાં દશેરા નિમિત્તે ગરબા ચાલતા હતા.તે સમયે તુષાર  ગોહિલ અને યુવરાજસિંહ ગોહિલે મને બહાર બોલાવ્યો હતો.તેઓએ મને કહ્યું હતું કે,તું બહુ કૂદી કૂદીને ગરબા રમીશ નહીં.શાંતિથી ગરબા રમ.જેથી,મે તેને જણાવ્યું હતું કે,હવે પછી હું ગરબા રમીશ.પરંતુ,તુષારે મને ત્યાં ધક્કો માર્યો હતો.ત્યાં હાજર રાજેશ પ્રજાપતિ તથા યુવરાજ ગોહિલે ભેગા મળીને મારા હાથ અને પગની આંગળીઓ પર ઇજા પહોંચાડી હતી.મારા મામાના છોકરા  રાહુલ ડબગરને તુષારે માથામાં  બેલ્ટ મારી દેતા તેને લોહી નીકળવા લાગ્યું હતું.ઝઘડો વધતા કોઇએ પોલીસને કોલ કરતા પોલીસ આવી ગઇ હતી.

(4:56 pm IST)