Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરામાં અન્ય મહિલા સાથે રહેતા પિતા સાથે ઝઘડો કરી પુત્રોએ તલવારથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:અન્ય મહિલા સાથે રહેતા  પિતા સાથે ઝઘડો કરીને બે પુત્રોેએ પિતા પર તલવારથી હુમલો કરી ગંભીર ઇજા  પહોંચાડી હતી.ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાજવા ગામ વડ નગર સોસાયટીમાં રહેતા કિશોર દાનાભાઇ રાઠોડ કડિયા કામ કરે છે.જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે હું મારા  ઘરે હતો.બપોરે એક વાગ્યે મારો દીકરો નરેશ ઘરે આવ્યો હતો.તેણે  મને કહ્યું હતું કે,તમે અન્ય મહિલા સાથે કેમ રહો છો ? અને તેણે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.તે દરમિયાન મારો બીજો છોકરો રોહિત પણ આવી ગયો હતો.તેણે પણ મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.અમારી વચ્ચે ઝપાઝપી થઇ હતી.નરેશ બાજુમાં આવેલા મંદિરમાંથી તલવાર લઇ આવ્યો હતો.આજે તને મારી નાંખું તેવું કહીને તેણે મારા માથાના આગળના ભાગે તલવાર મારી દીધી હતી.તે ઉપરાંત જમણી આંખની ભ્રમર, જમણા હાથના બાવડા પર, ડાબા હાથના બાવડા  પર તલવાર મારી ઇજા પહોંચાડી હતી.મને લોહી નીકળવા લાગ્યું હતું.મારો બીજો  દીકરો રોહિત પણ મને ગડદાપાટુનો માર મારતો હતો.તે દરમિયાન આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા.અને મને વધુ મારમાંથી બચાવ્યો હતો.જવાહર નગર પોલીસે  આ અંગે બંને પુત્રો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)