Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુરત:નવી લીધેલ બાઈક પર જતા યુવાનને અકસ્માત નડતા ગંભીર ઇજાથી મોત

સુરત : દશેરાના દિવસે ખરીદેલી નવી બાઈક પર મિત્રો માટે મિઠાઇ  લેવા નીકળેલા યુવાનને સચિન રોડ પર અકસ્માત નડતા મોત નીપજ્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનના વાંઝ ગામમાં આવેલા ભારત ફાળિયામાં રહેતો ૨૭ વર્ષીય રૃત્વીક લક્ષ્મણ સુરતી ગઈકાલે બુધવારે દશેરાનો શુભ પર્વ હોય રૃત્વીકે નવી બાઈક ખરીદી હતી. જોકે રૃત્વીક સાંજે બાઈક પર મિત્રો માટે મિઠાઇ લેવા નીકળ્યો હતો. તે સમયે સચિન પલસાણા રોડ વાંઝના સર્વિસ રોડ  ટ્રેકટરની પાછળ લગાડેલી ખેતર ખોડવામાં ઉપયોગ કરતી દાંતીમાં બાઈક અથડાતા અકસ્માત સર્જાયો ે હતો. જેમાં તેને ગળા અને માથાના ભાગે ગંભીર ઈજા રૃત્વીકનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. જયારે તે ડ્રાઈવરના કામ સાથે સંકળાયેલો હતો. તેની એક બહેન છે. આ અંગે સચીન પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:55 pm IST)