Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આદિત્‍ય બિરલા સન લાઈફ મ્‍યુચ્‍યુઅલ ફંડે મલ્‍ટી- ઈન્‍ડેકસ ફંડ ઓફ ફંડ્‍સ રજૂ કર્યું

(કેતન ખત્રી), અમદાવાદઃ આદિત્‍ય બિરલા સનલાઇફ એએએમસી લિમિટેડ, એ આદિત્‍ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની છે અને આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડની ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર છે. જેણે મલ્‍ટિ-ઇન્‍ડેક્‍સ ફંડ ઓફ ફંડ્‍સની લોંચિંગની જાહેરાત કરી છે. આ ઓપન એન્‍ડેડ ફંડ ઓફ ફંડ્‍સ ઇટીએફ અને ઇન્‍ડેક્‍સ ફંડ્‍સમાં રોકાણો કરે છે.આ ફંડ ઓફ ફંડ્‍સ અન્‍ય મ્‍યુચ્‍યુઅલ ફંડની સ્‍કીમના યુનિટોમાં રોકાણ કરે છે અને મલ્‍ટિ-ઇન્‍ડેક્‍સ ફંડ ઓફ ફંડ્‍સનું નિષ્‍ક્રિય રીતે સંચાલિત ઇટીએફ અને ઇન્‍ડેક્‍સ ફંડ્‍સની ઇક્‍વિટી જેવા ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ, તેમ જ ઇક્‍વિટી સંબંધિત ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ (સ્‍થાનિક ઇન્‍ડેક્‍સ ફંડ્‍સ અને ઇટીએફની સાથે વિદેશી ઇટીએફ), ફિકસ્‍ડ ઇન્‍કમ સિકયુરીટીઝ, સોના-ચાંદીમાં રોકાણ કરશે.આદિત્‍ય બિરલા સન લાઇફ મલ્‍ટિ ઇન્‍ડેક્‍સ ફંડ ઓફ ફંડ્‍સ સબસ્‍ક્રિપ્‍શન માટે ૨૬ સપ્‍ટેમ્‍બર થી ૧૦ ઓકટોબર સુધી ઉપલબ્‍ધ થશે.

આ ફંડ્‍સના લોંચિંગ નિમિત્તે, આદિત્‍ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્‍ટર અને સીઇઓ શ્રી એ. બાલાસુબ્રમણ્‍યને જણાવ્‍યું હતું કે,  અમારા વિવિધ ફંડ્‍સ રોકાણકારોને વિવિધ શેર/ક્ષેત્રોમાં માહિતી આપવામાં મદદ કરે છે, જ્‍યારે અમારૂં ફંડ ઓફ ફંડ્‍સ રોકાણકારોને એક જ સમયે ઉપલબ્‍ધ ઘણી સ્‍કીમ્‍સમાંથી યોગ્‍ય વિકલ્‍પ પસંદ કરવામાં મદદ કરશે. તેમ યાદીમાં જણાવ્‍યું છે.

(3:38 pm IST)