Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગુજરાત ચૂંટણીનો કાર્યક્રમ 22થી 26 ઓક્ટોબર વચ્ચે જાહેર થઇ શકે .

રાજ્ય સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રા:17 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ફરશે. :14 ઓક્ટોબરથી ગરીબ કલ્યાણ મેળા રાજ્યના 16 જિલ્લામાં યોજાશે:18, 19 અને 20 ઓક્ટોબર ડિફેન્સ એક્સપોનો આયોજન: બધા આયોજનો પૂર્ણ થયા બાદ જાહેર થશે ચૂંટણી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના કાર્યક્રમને લઈને મોટા અહેવાલ મળી રહ્યાં છે, સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ 22થી 26 ઓક્ટોબર વચ્ચે જાહેર થઇ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જે 17 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ફરશે રાજ્ય સરકાર દ્વારા જૂલાઇ મહિનામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢવામાં આવી હતી. સરકાર દ્વારા એક વખત ફરીથી ચૂંટણી પહેલા પોતાના વિકાસના કામોનો જશ લેવા અને લોકોને પોતાના કામોને યાદ કરાવવા માટે રાજ્યમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે. તે પછી 14 ઓક્ટોબરથી ગરીબ કલ્યાણ મેળા રાજ્યના 16 જિલ્લામાં યોજાવામાં આવશે. 18, 19 અને 20 ઓક્ટોબર ડિફેન્સ એક્સપોનો આયોજન કરવામાં આવેલ છે. આ બધા કાર્યક્રમો ખત્મ થયા પછી આચારસંહિતા લાગુ થાય તેવી રીતે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

બધા કાર્યક્રમ 21 ઓક્ટોબર સુધી પૂર્ણ કરી લેવાનો આયોજન કરાયો છે. તે પરિસ્થિતિમાં 21 ઓક્ટોબરે મુખ્યમંત્રી રાજ્યપાલને મળીને વિધાનસભા વિસર્જનની રજૂઆત કરી શકે છે, અને 22 તારીખે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે.

22મી તારીખે જો ચૂંટણીની જાહેરાત ના થાય તો 23, 24 રવિવાર અને દિવાળી હોવાના કારણે જાહેરાત ટાળવામાં આવશે અને 25મી તારીખે વિધાનસભાનું વિસર્જન કરવામાં આવશે એટલે કે નવા વર્ષના દિવસે વિધાનસભાનું વિસર્જન કરાશે અને 26મી તારીખે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

(9:46 pm IST)