Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપ પાર્ટીની ચોથી યાદી જાહેર :કેશોદથી રામજી ભાઈ ચુડાસમાને ટિકિટ

અમદાવાદ : ગુજરાત ચૂંટણી નજીક આવી છે ત્યારે રાજ્યમાં તમામ પક્ષો પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યુ છે

આમ આદમી પાર્ટી (AAP)એ હિંમતનગરથી નીર્મલસિંહ પરમારને ટિકિટ આપી છે જ્યારે ગાંધીનગર દક્ષિણમાં દોલત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. સાણંદમાં કુલદીપ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમદાવાદના વટવામાં બિપિન પટેલ, અમરાઇવાડીમાંથી ભરતભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કેશોદમાં રામજીભાઇ ચુડાસમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઠાસરામાં નટવરસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે જ્યારે શેહરામાં તખ્તસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ પંચમહાલના કાલોલમાં દિનેશ બારીયાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ગરબાડામાં શૈલૈષભાઇ કનુભાઇ ભાભોરને ટિકિટ આપી છે. લિંબાયતમાંથી પંકજ તાયડે અને ગણદેવીમાં પંકજ એલ પટેલને ટિકિટ આપી છે.

(9:44 pm IST)