Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા દેત્રોજ તાલુકાના રામપુરા સ્થિત એમ.એચ.સર્વોદય વિદ્યાલય ખાતે અંતરિયાળ વિસ્તારમાં રહેતી અને ભણવામાં અવ્વ્લ ૨૧ વિદ્યાર્થીનીઓને ટેબલેટ વિતરણ

આવનાર દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે અનેક કાર્યો કરીશ : ભાજપના યુવા નેતા હાર્દિક પટેલની જાહેરાત

રાજકોટ તા.૬ : ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા દેત્રોજ તાલુકાના રામપુરા સ્થિત એમ.એચ.સર્વોદય વિદ્યાલય ખાતે અંતરિયાળ વિસ્તારમાં રહેતી અને ભણવામાં અવ્વ્લ ૨૧ વિદ્યાર્થીનીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

         ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,

  વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં પ્રથમવાર ઐતિહાસિક પહેલ કરીને હું સ્વયંને ગર્વિત અનુભવ કરી રહ્યો છે. મારો જન્મ વિરમગામમાં થયો છે, હું અહીંયા જ ભણ્યો, રમ્યો અને મોટો થયો. મારું ગામ શ્રેષ્ઠ અને સુંદર બને તે માટે વિવિધ પ્રયાસો કરી રહ્યો છે. 

      વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં ભણતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે પ્રોત્સાહિત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે. આ તો માત્ર શરૂઆત છે, આવનાર દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે અનેક કાર્યો કરીશ તેમ ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું આ તકે ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતા હાર્દિક પટેલની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.

(9:21 pm IST)