Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પાટણમાં અપક્ષ ઉમેદવાર ,આહીર સમાજ સહીત 200 લોકો કોંગ્રેસમાં જોડાયા

અમિત ચાવડાએ માફી માંગતા કહ્યું અલ્પેશને ઓળખવામાં અમે ઉણા ઉતર્યા છીએ.

dir="ltr"> 
પાટણ ખાતે રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈના ચૂંટણી કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં અપક્ષ ઉમેદવાર ભારમલ ચૌધરી, આહીર સમાજ સહિત 200 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા.આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાધનપુર વિધાનસભાના મતદારોની માફી માંગી હતી. અને કહ્યું હતુ કે અલ્પેશને ઓળખવામાં અમે ઉણા ઉતર્યા છીએ.
(11:32 pm IST)
  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST