Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના પાંચ દિનમાં ૭૮ કેસો થયા

કમળાના ૬૦ અને ટાઇફોઇડના ૧૦૨ કેસો : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો

અમદાવાદ, તા. ૭ : વરસાદની સિઝન વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. ઓક્ટોબર ૨૦૧૮ની સરખામણીમાં પાંચમી ઓક્ટોબર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ૬૫ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૫ અને ડેંગ્યુના ૧૪૨ કેસો સપાટી ઉપર આવ્યા છે જ્યારે ચિકનગુનિયાના કોઇ કેસ નોંધાયા નથી. ઓક્ટોબર મહિનાના પ્રથમ પાંચ દિવસમાં ઝાડાઉલ્ટીના ૭૮ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૬૦ અને ટાઇફોઇડના ૧૦૨ કેસ નોંધાઈ ચુક્યા છે. ઓક્ટોબર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૭૮ કેસ નોંધાઈ ચુક્યા છે.

           અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૯૪૧૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૨૮૪ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૫ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે ઓક્ટોબર ૨૦૧૮માં ૮૩૦૦ની સરખામણીમાં પાંચમી ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૬૯૧ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવીરહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે. રોગચાળાને રોકવાના પગલા સફળ રહ્યા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૭ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

ઓક્ટોબર-૨૦૧૮

ઓક્ટોબર-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૩૮૯

૬૫

ઝેરી મેલેરીયાના કેસો

૮૯

૦૫

ડેન્ગ્યુના કેસો

૧૨૩૪

૧૪૨

ચીકુનગુનિયા કેસો

૨૬

૦૦

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો

૩૫૦

૭૮

કમળો

૨૯૦

૬૦

ટાઈફોઈડ

૩૫૩

૧૦૨

કોલેરા

૦૧

૦૦

આરોગ્ય વિભાગના પગલાઅમદાવાદ, તા.૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ

૨૨૦૧

ક્લોરિન નિલ

૧૫

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના

૨૮૪

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા

૧૫

ક્લોરીન ગોળીઓનું વિતરણ

૯૪૧૦

વહીવટી ચાર્જ

૩૨૬૭૫૦જ

(9:39 pm IST)