Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કરોડો રૂપિયાની શરાબ રોજ ગુજરાતમાં ઠાલવી દેવાય છે

નિષ્ફળ મુખ્યમંત્રી લાજવાના બદલે ગાજી રહ્યા છે : ગેરકાયદે કામો છુપાવવા માટે ગુજરાતીઓની અસ્મિતાને જોડી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે : મનિષ દોશીના પ્રહારો

અમદાવાદ,તા.૭ : રાજસ્થાન મુખ્યમંત્રીના દારૂબંધીના નિવેદન અંગે ગુજરાતના મુખ્યમંત્રીના પ્રત્યાઘાત પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધી – સરદારના ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટ શાસન, અસમાજિક તત્વોને બેરોકટોક પરવાનાના કારણે ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ જાય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને જવાબદારી કેમ યાદ ન આવી ? મુખ્યમંત્રી - ભાજપા સરકાર, તમારા ભ્રષ્ટશાસન, નાકામી, ગેરકાયદે કામો છૂપાવવા માટે ગુજરાત – ગુજરાતીઓની અસ્મિતાને શા માટે જોડી રહ્યાં છો ? ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે જે દારૂ પકડાય છે તે તો માત્ર ૧ ટકાથી પણ ઓછો છે. ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા સરકાર – ગૃહવિભાગ, અસામાજિક તત્વો કાગળ પરની દારૂબંધી, ભ્રષ્ટાચાર અંગે ભાજપા સરકાર – મુખ્યમંત્રી લાજવાને બદલે ગાજવાનું બંધ કરે. ગાંધી – સરદાર – ઈન્દુ ચાચા - પૂ. રવિશંકર મહારાજના ગુજરાતની દુહાઈ દેવાને બદલે ભાજપા સરકાર લોકતંત્રમાં જવાબદારીથી સાચી દિશામાં નક્કર કામગીરી કરે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાત કરતી ભાજપ સરકારના રાજમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે.

                           ત્યારે શહેર થી લઈને સચિવાલય અને ગામ થી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર – હપ્તારાજ ચાલી રહ્યું છે. હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય છે તે ચેકપોસ્ટના સી.સી.ટી.વી. કેમ દેખાતા નથી ? ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ બીજીબાજુ નશાબંધી કાયદાના અમલમાં નિષ્ફળતા અંગે મુખ્યમંત્રીને તેમની જવાબદારી કેમ યાદ ન આવી ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશી દારૂ ૧૫,૪૦,૪૫૪ લિટર, વિદેશી દારૂની ૧૨૯,૫૦,૪૬૩ બોટલ, બિયરની ૧૭,૩૪,૭૯૨ બોટલ પકડાઈ છે. જેની કિંમત ૨૫૪,૮૦,૮૨,૯૬૬ થાય છે. પકડાયા કરતા ૧૦૦૦ ગણુ દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષમાં ૧,૩૨,૪૧૫ દેશી દારૂના કેસો, ૨૯,૯૮૯ વિદેશી દારૂના કેસો નોંધાયા છે.

                  એટલે કે દૈનિક ૧૮૧ કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક ૪૧ કેસો નોંધાય છે, આ કેસોમાં ૧,૧૦૫ આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને ૭૬૨ આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે. શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી ગુજરાતમાં દારૂબંધી એ માત્ર નાટક છે. અને જે અંગે વખતો – વખત લઠ્ઠાકાંડ અને લાખો રૂપિયાના પકડાતા દારૂ તેની ગવાહી છે. ભાજપાના ભ્રષ્ટશાસકો, અસમાજિક તત્વોને છૂટોદોર, કરોડો રૂપિયાનો બેરોકટોક દારૂ, જુગારના અડ્ડા અંગે જવાબ આપવાને બદલે કોંગ્રેસને પ્રશ્ન પૂછવો કેટલે અંશે વ્યાજબી ? કોંગ્રેસપક્ષના જનપ્રતિનિધી, સ્થાનિક જનતા મુખ્યમંત્રીના વિસ્તારમાં જનતા રેડ કરીને મોટાપાયે દારૂનો જથ્થો પકડે ત્યારે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ગુજરાતના દરિયાકિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ – નશીલા પદાર્થો ગુજરાત ઠલવાઈ રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી કેમ મૌન છે ? "ગુજરાતના એક જિલ્લાના પોલીસવડાએ પત્ર લખી દારૂના ખેપીયા, બૂટલેગરોનું પોલીસ દ્વારા પાયલોટીંગ કરવામાં આવે છે તેવા સત્તાવાર જાણ કરે ત્યારે મુખ્યમંત્રી મૌન છે ? સ્ટેટ વિજીલન્સ સેલના વડા પોલીસ અધિકારીને પ્રમાણીક અધિકારીઓની નિમણુંક માટે સહયોગ ન મળે ત્યારે મુખ્યમંત્રી કેમ મૌન છે ?

(9:34 pm IST)
  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા પર રોક લગાવવા સુનાવણી હાથ ધરાવશેઃ ગત સપ્તાહે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે access_time 11:25 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST