Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અંકલેશ્વરમાં બીએસએફના નિવૃત અધિકારી સાથે છેતરપીંડી કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો

ફેસબુકમાં મહીલાના નામથી દોસ્તી કર્યા બાદ તેને ઠગી લેવાનો કારસો

અંકલેશ્વરમાં બીએસએફના નિવૃત અધિકારી સાથે છેતરપીંડી કરનારા આરોપીને પોલીસે દિલ્હીથી ઝડપી પાડયો છે. અંકલેશ્વરના નિવૃત અધિકારી સાથે ફેસબુકમાં મહીલાના નામથી દોસ્તી કર્યા બાદ તેને ઠગી લેવાનો કારસો ઘડવામાં આવ્યો હતો

  . અંકલેશ્વરના ભડકોદ્રામાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા નિવૃત્ત બીએસએફ ઓફિસર દિલબાગ સિંઘને ફેસબુકમાં જોન રોઝ નામની યુવતી સાથે મિત્રતા થઇ હતી.તે દરમિયાન તેમની પાસેથી વિવિધ બહાના હેઠળ 1.89 લાખ રૂપિયા પડાવી લેવાયાં હતાં. પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું ખબર પડતા દિલબાગ સિંહએ અંકલેશ્વર પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી

  સમગ્ર મામલો સાયબર સેલ ભરૂચ અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પહોંચતા ફરિયાદના આધારે ટીમ બનાવી એસબીઆઇ બેન્ક એકાઉન્ટ યુપીના મુરાદાબાદની શ્વેતા રાજેન્દ્રસિંહ યાદવના નામથી તેમજ પંજાબ નેશનલ બેન્ક એકાઉન્ટ દિલ્હીના સજ્જદ અહમદનું હોવાનું બહાર આવ્યું હતું. સજજદ અહમદને પોલીસે દિલ્હીથી ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

(9:13 pm IST)