Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

માહિતી ખાતાની ‘ગાંધી’ વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધા : ફિલ્મ-ફોર્મ ૨૫મી ઓક્ટોબર સુધી રજૂ કરી શકાશે

સ્પર્ધામાં પ્રવેશ માટે કોઇ ફી લેવામાં આવશે નહી : પ્રથમ ઇનામ ૨ લાખ, દ્વિતીય ઇનામ ૧ લાખ, તૃતીય ઇનામ ૫૦ હજારનો પુરસ્કાર

અમદાવાદ : પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે માહિતી નિયામક્ની કચેરી દ્વારા ગાંધીજીના આદર્શો, વિચારોને મુર્તિમંત કરવા માટે ‘ગાંધીજી’ વિષયક એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનુ આયોજન કરાયુ  છે.

    ફિલ્મ સ્પર્ધામાં  કુલ ચાર  કેટેગરીમાં (૧) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ  (૨) અમેચ્યોર ફિલ્મ મેકર્સ (૩) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ (૪) માહિતી ખાતાના પૅનલ પરના પ્રોડયુસર ભાગ લઇ શક્શે. તેમજ વિજેતાને પ્રથમ ક્રમે - રૂ.૨,૦૦,૦૦૦/- દ્વિતીય ક્રમે રૂ.૧,૦૦,૦૦૦/- તૃતીય ક્રમે રૂ.૫૦,૦૦૦/- અને દરેક કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડના રૂા.૫૦,૦૦૦/-ના ત્રણ  પુરસ્કાર આપવામાં આવશે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ કેટેગરીમાં ભાગ લેતા વિધાર્થીઓએ પોતે જે તે  સ્કુલ/કોલેજમાં અભ્યાસ કરે છે તેવો  સ્વ પ્રમાણિત આધાર રજૂ કરવાનો રહેશે. શોર્ટ ફિલ્મની અવધિ : લધુતમ ૧ મિનિટ અને મહત્તમ ૨ મિનિટની જ રાખવામાં આવી છે. દરેક સ્પર્ધકે સ્પર્ધા માટે એક જ ફિલ્મ રજૂ કરવાની છે. 

   શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં પ્રવેશ માટે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહી. ફિલ્મ સર્જકે ફિલ્મ MP4 ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે. આપની ફિલ્મ માહિતી નિયામક્શ્રીની ફિલ્મ પ્રોડકશન શાખામાં તા.૨૫/૧૦/૨૦૧૯ દરમિયાન નિયત ફોર્મ, બાંહેધરી પત્રક સાથે  જમા કરાવવાની રહેશે. નિશ્ચિત સમય અવધિ બાદ ફિલ્મ સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ફિલ્મ સર્જકો માટે નિયત ફોર્મ, બાંહેધરી પત્રક અને માર્ગદર્શિકા www.gujaratinformation.net ઉપલબ્ધ છે. 

(10:11 pm IST)