Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

આણંદ નજીક વિદ્યાનગરમાં મંદિરમાં સફાઈ કરતા કામદારોને ત્રણ અજાણ્યા શખ્સોએ અપમાનિત કરી ઢોરમાર મારતા ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા વિદ્યાનગરના ઈસ્કોન મંદિરમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી રહેલા એક કર્મી સાથે મંદિરનો વહિવટ કરતાં ત્રણ શખ્સોએ અપમાનિત કરીને માર મારી વચ્ચે પડનાર બેને પણ એક રૂમમાં ગોંધી રાખીને લાકડાના ડંડાથી માર મારતાં ત્રણેયને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અંગે વિદ્યાનગર પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બાંધણી ગામે રહેતા ફરિયાદી સંજયકુમાર પ્રકાશભાઈ હરિજન વિદ્યાનગર ઈસ્કોન મંદિર ખાતે સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. આજે નવ વાગ્યાની જગ્યાએ તે નોકરી પર સાડા અગિયાર વાગ્યાના સુમારે જતાં મંદિરનો વહિવટ કરતાં યાજ્ઞીક ગુપ્તા (યુગા અવતાર), સંકેત (સિદ્ઘાર્થ શિરોમણી)તથા જયનીતા ઉર્ફે જગદીશ દ્વારા અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને તુ નોકરીમાં મોડો કેમ આવું છુ, તેમ જણાવીને તેની સાથે રાજેશભાઈ બુધાભાઈ પરમાર (બામરોલ)અને દિનેશભાઈ ધનજીભાઈ પરમારને ઈસ્કોન મંદિરના ત્રીજા માળે આવેલી રૂમો સાફ કરાવી હતી. ત્યારબાદ ત્રણેયને મંદિરમાં સ્ટુડિયોની બાજુમાં આવેલી રૂમમાં બોલાવ્યા હતા અને ઉક્ત ત્રણેય જણાએ સંજયકુમારને ગમે તેવી ગાળો બોલીને મંદિરની રૂમ નંબર ૧૦૬ માંથી હજાર ચોરી કરી લીધા છે તેવો આક્ષેપ કરીને લાકડાના ડંડાથી તેમજ લાતોથી માર માર્યો હતો.

(6:04 pm IST)