Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરોનો આતંક: શહેરી જનોની સલામતી સામે ખતરો:તંત્રની ઘોર લાપરવાહી સામે લોકોની રોષની લાગણી

બનાસકાંઠા: જિલ્લાના વડામથક પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓની સમસ્યા જટીલ બની છે. જેને લઈ શહેરીજનોની સલામતી સામે ખતરો તોળાઈ રહ્યો હોય લોકોમાં તંત્રની ઘોર લાપરવાહી સામે રોષની લાગણી છવાઈ છે. જે વચ્ચે સોનબાગ નજીક સોસાયટીમાં એક ભડકેલી ગાયે એક બાળકીને શીંગડા ભરાવીને દૂર સુધી ઢસડી હતી. જ્યારે બે બાળકીને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે ગાયોને પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જાણે પોતાની ફરજ પુરી થઈ હોય તેમ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ બાબતે ગંભીરતા દાખવવામાં ના આવતા શહેરમાં પશુઓનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

(6:02 pm IST)