Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બેચરાજી તાલુકાના રાતેંજની સીમમાં ઓએનજીસીની કેમિકલયુક્ત પાણીની પાઇપલાઇનમાં પંક્ચર પડતા ફુવારા ઉડ્યા: ગ્રામજનોમાં નારાજગી ઉભી થઇ

બેચરાજી:તાલુકાના રાંતેજ ગામની સીમમાં પ્રતાપનગર નજીક પસાર થતી ઓએનજીસીની કેમિકલયુક્ત પાણીની પાઈપલાઈનમાં પંક્ચર પડતા ફુવારા ઉડયા હતા. પાણી વરસાદી પાણીની કેનાલ દ્વારા સિંચાઈ માટેના તળાવમાં રેલાતા ગ્રામજનોમાં નારાજગી ઉભી થઈ છે. જોકે ૪૮ કલાકથી ઓએનજીસીને રાંતેજ સરપંચ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યુ ંહતું. છતાં બે દિવસે પંક્ચર રિપેરિંગ કરાતા રોષ ઉદ્ભવ્યો છે.

બેચરાજીના રાંતેજ અને પ્રતાપનગર વચ્ચે વરસાદી પાણીનો કાંસ આવેલ છે. કાંસ દ્વારા વરસાદી પાણી સિંચાઈ માટેના તળાવમાં પાણી જાય છે. કાંસ નજીકથી પસાર થતી ઓએનજીસી કેમિકલયુક્ત પાણીની પાઈપ લાઈન ૪૮ કલાક પહેલા  પંક્ચર થતા પાણીની ૨૦ થી ૨૫ ફૂટ ઉપર ઉડયા હતા. અંગેની જાણ ઓએનજીસીના સંબંધિક અધિકારીને રાંતેજ સરપંચ ગેમરભાઈ દેસાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે તેમછતાં ઓએનજીસીનો કોઈ કર્મચારી ત્યાં ડોકાયા હતા જેથી પાણી એક કિ.મી. વિસ્તારમાં રેલાયું હતું અને કેમિકલયુક્ત પાણી સિંચાઈ તળાવમાં પણ પહોંચતા સિંચાઈનું પાણી દૂષિત બન્યું હતું. જ્યારે ઘાસચારામાં પણ કેમિકલયુક્ત પાણી રેલાતા પશુપાલકો ત્રસ્ત બન્યા છે. અને નારાજગી ઉભી થઈ છે.

(6:02 pm IST)