Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

વડોદરા: સેલ-ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકની સાથે છેતરપિંડી આચરનાર મોલના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ: 50 હજારનો ફંડ જમા કરાવવાનો હુકમ

વડોદરા: શહેરમાં સેલ અને ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકને એમ.આર.પી. કરતા પણ વધુ કિંમતે શૂઝ વેચનાર વી.માર્ટ મોલના સંચાલકને ગ્રાહક કોર્ટે કસુરવાર ઠેરવી ૫૦ હજાર રૃપિયા ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે.

માંજલપુરમાં રહેતા રૃપેશ પટેલે ગત તા.૨૮--૨૦૧૨ના રોજ આર.સી. દત્તરોડ પર આવેલા વી. માર્ટ મોલમાંથી ૭૪૫ રૃપિયાના શૂઝ લીધા હતા. ગ્રાહકને ૧૪૯ રૃપિયા ડિસ્કાઉન્ટ આપીને વી.માર્ટના સંચાલકે ૫૯૬ રૃપિયા લીધા હતા. ગ્રાહકે ઘરે આવીને જોયું તો શૂઝની અંદર આર.એસ.પી. (રીટેલ સેલીંગ પ્રાઇઝ) ૨૪૯ રૃપિયા લખી હતી. આમ વી.માર્ટવાળાએ મૂળ કિંમત કરતા પણ ૩૪૭ રૃપિયા વધુ વસુલ લીધા હતા.

(5:54 pm IST)