Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

હાલોલ-વડોદરા હાઇવે પર બસ સ્ટેશન નજીક બિયારના ટીન સાથે ઝડપાયેલ બુટલેગરના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:હાલોલ-વડોદરા હાઇવે પર આવેલા આમલીયારા ગામના બસસ્ટેશન પાસેથી જિલ્લા પોલીસે વિદેશી બીયરના ટીન ભરેલી સ્વીફટ કાર પકડી હતી. જે ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

અંગેની વિગત એવી છે કે ગત ૧૨મી જુલાઇએ હાલોલ-વડોદરા હાઇવે પર આવેલા આમલીયારા ગામના બસસ્ટેન્ડ પાસેથી તાલુકા પોલીસે વિદેશી દારૃ ભરેલી સ્વીફટ કાર પકડી હતી. પોલીસે કારમાંથી બીયરના ૩૩૫ ટીન (કિંમત રૃપિયા ૩૩૫૦૦) જપ્ત કર્યા હતા, તથા બે આરોપી () અમિત મહેશભાઇ પરમાર (રહે. ભરતનગર, એર રેસીડેન્સી ભાવનગર) તથા () ભાવેશ ગુણવંતભાઇ મકવાણા (રહે. ઘોઘારોડ, ઘનશ્યામનગર, ભાવનગર)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ તા.૧૮--૧૯ના રોજ આરોપી અશ્વિન આનંદભાઇ બારૈયા (રહે. ઘોઘારોડ, નારેશ્વર સોસાયટી ભાવનગર)ની ધરપકડ કરી હતી.

(5:53 pm IST)