Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામે કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી જતા દોડધામ

સુઇગામ: વાવના દેવપુરા પાસે કેમીકલ ભરેલુ ટેન્કર પલટ્યુ હતું. ટેન્કરમાં ભરેલા કેમીકલમાંથી નીકળેલા ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. જેને લઈને આજુબાજુના લોકોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો. ટેન્કર પલટી જતાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં વાવ પોલીસે ઘટના સ્થળે જઇ ચાલકે સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. જેને લઈને ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ ઉપર ઢોળાયું હતું. આ ઘટના અંગેની જાણ થતા વાવ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગળની કામગીરી હાથ ધરી હતી.

(5:21 pm IST)
  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST

  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST

  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST