Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રમાં હજુ પણ કતારોઃ લાંબુ વેઈટીંગ લીસ્ટ

પહેલા વ્યવસ્થા ગોઠવવી જોઈએ પછી અમલવારી કરવી જોઈએ પણ સરકારે ઈ-સ્ટેમ્પીંગમાં ઉંધુ કર્યુ : આજે ફોર્મ આપો તો પરમ દિવસે ઈ-સ્ટેમ્પીંગ મળેઃ કાલની જાહેર રજા હોય ૪૮ કલાકનું વેઈટીંગઃ ૫૦થી ૫૦૦ રૂપિયાના ફીઝીકલ સ્ટેમ્પ વેચવાની સરકારની જાહેરાત છતા કયાંય સ્ટેમ્પ મળતા નથીઃ પક્ષકારોમાં રોષઃ રાજ્ય સરકારે કોઈપણ નવી વ્યવસ્થા ગોઠવ્યા પૂર્વે તેની પૂર્વ તૈયારી કરવી જોઈએ પરંતુ ઈ-સ્ટેમ્પીંગના મામલામાં સરકારે નવી વ્યવસ્થાની સાથે પૂર્વ તૈયારી વગર નવી પદ્ધતિ પણ ઝડપથી અમલમાં મુકતા લોકોને હેરાનગતિ થઈ રહી છે

(3:40 pm IST)