Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલના ધાબા ઉપરથી અનેક વિદેશી દારૂની બોટલો વેર-વિખેર મળી આવી

અમદાવાદ: અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજના PG હોસ્ટેલના ધાબા પરથી અનેક વિદેશી દારૂની બોટલો વેરવિખેર મળી આવી હતી. જેને લઇને રેસીડેન્ટ ડોક્ટર રહેતા હોય અને તેમના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે કહી શકાય છે કે, પીજી હોસ્ટેલમાં અનેક કબીર સિંગ રહેતા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છર કરડવાને કારણે છેલ્લા એક મહિનામાં બી. જે. મેડીકલ કોલેજના PG હોસ્ટેલના 30થી વધુ ડોક્ટરો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. ત્યારે બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. જેના લગભગ 10 ટકા રેસિડેન્ટ ડોક્ટરો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. મચ્છરોના ત્રાસને લઈ અનેકવાર વિદ્યાર્થીઓની ફરિયાદ કરવા છતાં તંત્ર તરફથી હોસ્ટેલમાં ફોગીંગ કરાયું નથી.

(5:24 pm IST)