Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

થરાદ ચૂંટણી પ્રચારમાં પરબત પટેલે બફાટ કર્યો : કહ્યું એક સીટ હારી જવાથી કોઈ ફરક નથી પડતો

લોકોની સંખ્યા ખુબ જ ઓછી હતી તેથી અકળાયા અને આવો બફાટ કરી ગયા

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં સાંસદ પરબત પટેલનો બફાટ સામે આવ્યો છે. પેટાચૂંટણીના પ્રચારમાં પરબત પટેલે ભાંગરો વાટતા કહ્યું કે એક સીટ હારી જવાથી કોઈ ફરક નથી પડતો.

જો કે આ બફાટ ચૂંટણી પ્રચારમાં નહિવત લોકોને જોઈને થયો હતો કારણ કે જયારે તેઓ પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન લોકોની સંખ્યા ખુબ જ ઓછી હતી તેથી તેઓ અકળાયા હતા અને આવો બફાટ કરી ગયા હતા. આ બફાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પરબત પટેલની લોકો મજાક ઉડાવી રહ્યા છે.

(1:31 pm IST)