Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

વડતાલ ખાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગ યજ્ઞ મંડપ પરિસરમાં ૬૦ ફુટ ઉંચા થાંભલા ઉપર ધ્વજારોહણ

યજ્ઞકુંડની સેવા સભાળતા SGVP ગુરુકુલના સંતો અરણીમંથન દ્વારા અગ્નિદેવને પ્રગટ કરાશે: ૧૫૦૦ કિલો ગીર ગાયના ઘીથી અગ્નિનારાયણને આહુતિ અપાશે: ૨૦ થી ૨૫ લાખ હરિભકતોને જમવા-ઉતારાની તડામાર ચાલતી તૈયારી

અમદાવાદ તા. 7  જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે તીર્થધામ વડતાલ ખાતે, આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, તા.-૧૧-૨૦૧૯ થી ૧૨-૧૧-૨૦૧૯ દરમ્યાન પ.પુ..ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને તેમજ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રસાદદાસજી, કોઠારી શ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ સભાના પ્રમુખ શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, કુંડલવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી, મુનિવલ્લભદાસજી સ્વામી, શ્યામ સ્વામી વગેરે સંતો તથા બોર્ડના સભ્યોના માર્ગદર્શન નીચે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તૈયારી થઇ રહી છે ત્યારે હાલ પ૦૦૦ ઉપરાંત સ્વયંસેવકો ઉતારા વિભાગ, પ્રદર્શન વિભાગ વગેરેમાં સેવા આપી રહ્યા છે.  

     વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સાતેય દિવસ ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામા આવેલ છે. જેની તમામ જવાબદારી SGVP ગુરુકુલના પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામીના માર્ગદર્શન નીચે ગોવિંદભાઇ બારસિયા, જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા, શામજીભાઇ પટેલ વગેરે હરિભકતો સંભાળી રહ્યા છે.

  યજ્ઞ શુભારંભ પહેલા તેના નિર્માણ કાર્યના આરંભે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, ચેરમેન દેવ સ્વામી તથા મુનિવલ્લભદાસજી સ્વામીના હસ્તે વૈદિક વિધિ સાથે ભૂમિપૂજન, ધ્વજપૂજન તથા ધ્વજારોહણ પુરાોહિત ધિરેેેેનભાઇએ કરાવ્યું હતુ.  

  યજ્ઞનો મહિમા સમજાવતા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ જણાવેલ કે ખરેખર યજ્ઞ અે આપણી પ્રાચીન વૈદિક પરંપરા છે. યજ્ઞકુંડ એ પરમાત્માનું સ્વરુપ છે. યજ્ઞકુંડમાં નીચેની મેખલા તમોગુણ, વચ્ચેની મેખલા રજોગુણ અને ઉપરની સફેદ મેખલા એ સત્વગુણનું પ્રતિક છે. સાતેય દિવસ યજ્ઞમાં પુરુષસુક્ત, જનમંગલ સ્તોત્ર તથા વિષ્ણ સહસ્ત્ર નામાવલિથી અગ્નિનારાયણને ઘીની આહુતિ આપવામાં આવશે. યજ્ઞ દ્વારા પ્રસન્ન થયેલ દેવતાઓ યજ્ઞ કર્તાના મનોરથો પૂર્ણ કરે છે. યજ્ઞથી પ્રસન્ન થયેલા અગ્નિ દેવતા આપણને પ્રગતિના પંથે લઇ જાય છે. પ્રસન્ન થયેલા દેવો વરસાદ વરસાવે છે.

  યજ્ઞનો ધુમાડો ચિકન ગુનિયા, ઓરી, અછબડા, વાયરલ, ફિવર, શરદી ઉધરસ જેવી બિમારીઓ સામે પ્રતિકાર શક્તિ વધારે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે. ૨૦૦ ઉપરાંત હરિભકતોને સજોડે યજ્ઞમાં બેસી લાભ લેશે.

  યજ્ઞમાં અસલ ગીર ગાયોનું ૭૫ ડબ્બા ઘી, ૧૨૦૦ કિલો ડાંગર, ૪૦૦ કિલો જવ, ૨૦૦ કિલો તલની આહુતિ આપવામાં આવશે. તેમજ સમિધ માટે ખીજડો, ખાખરો, ખેર, પીપળો વગેરે કાષ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિધિ માટે ૨૦૦ યજ્ઞ કુંડમાં ૨૦૦ વિપ્રો, ૨૦૦ ઋષિકુમારો અને યજ્ઞ શાળામાં ૧૦૦૦ સ્વયં સેવકો ખડે પગે સેવા કરશે.

 

(12:38 pm IST)
  • લખનૌ-આગ્રા એક્સપ્રેસ -વે પર ઉભેલી ટ્રક પાછળ કાર ટકરાતા ભાજપના ધારાસભ્યના ભાઈ-બહેન અને બે ભાણેજના કરૂણમોત : એક ગંભીર: ઉન્નાવ જિલ્લાના હ્સનગંજ ક્ષેત્રમાં ગમખ્વાર અકસ્માત માં ગોઉંડા જિલ્લાના મેહનોં વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિનય દ્વિવેદીના પિતરાઈ ભાઈ બહેન અને બે ભાણેજોના કરૂણમોત access_time 1:04 am IST

  • કેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST