Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અક્ષયકુમારની 'પેડમેન' ફિલ્મનો પ્રભાવ : જેલમાં સેનેટરી નેપકિન્સ માટે વેન્ડીંગ મશીન

અજ્ઞાનતા-નિરિક્ષરતાને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ સમયે અસ્વચ્છ કપડાને કારણે કેન્સર જેવા થતા રોગો સામેની ઝુંબેશ સાબરમતી જેલ સુધી પહોંચીઃ કાચા કામના કેદીઓના પરીવારને મદદરૂપ થવા નવા મોડયુલને હાઇકોર્ટ સુધી જોડી દેવાયું: સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહ-ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમ નાથ, ગુજરાત કાનૂની સેેવા સતા મંડળના કારોબારી અધ્યક્ષ એસ.આર.બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ અને કાનૂની સેવા સમિતીના અધ્યક્ષ આર.એમ.છાંયા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જેલવડા દ્વારા સરકારના પ્રસંશનીય પ્રોજેકટનો સાબરમતી જેલથી પ્રારંભ કરાવાયો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા કેદીઓને સરળતાથી અને વિનામુલ્યે સેનેટરી નેપકીન મળી રહે અને આવા હાઇજેનીક નેપકીન્સના વપરાશને કારણે કેન્સર જેવા રોગોથી બચી શકાય તે માટે સેનેટરી નેપકીન્સ માટેના વેન્ડીંગ મશીન તથા કાચા કામના કેદીઓના પરીવારોના લાભાર્થે યુટીપી મોડયુલર કે જે હાઇકોર્ટ સાથે સંલગ્ન છે તેવા અદભુત પ્રોજેકટના પ્રારંભની તસ્વીરોમાં દેશભરમાં જાગૃતી લાવનાર પેડમેન ફિલ્મના નાયક અક્ષયકુમાર, સાબરમતી જેલ તથા  સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાથ, ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળના કારોબારી અધ્યક્ષ શ્રી એસ.આર.બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ અને હાઇકોર્ટ કાનુની સેવા સમીતીના અધ્યક્ષ આર.એમ.છાયા, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જેઓના માર્ગદર્શનમાં સંપુર્ણ પ્રોજેકટ સાબરમતી જેલમાં અમલી બન્યો તેવા એડીશ્નલ ડીજીપી કક્ષાના જેલવડા ડો.કે.એલ.એન. રાવ દ્રષ્ટીગોચર થાય છે.

રાજકોટ, તા., ૭: સ્ત્રીઓને માસિક ધર્મ (પીરીયડ) દરમિયાન અપુરતી જાણકારીના કારણે સ્ત્રીઓ દ્વારા હાઇજેનીક નેપકીનના બદલે અસ્વચ્છ કપડાના ઉપયોગના કારણે કેન્સર જેવા રોગો થતા હોવાની માહિતી આધારે અક્ષયકુમારના પત્ની ટવીંકલ ખન્નાની પ્રેરણાથી 'પેડમેન'  ફિલ્મના કારણે આવેલી જાગૃતી સાબરમતી જેલ સુધી પહોંચી છે અને અંતે નવા જેલ વડા ડો.કે.એલ.એન. રાવે સ્ત્રી કેદીઓ માટે મેન્સટુઅલ હાઇજીન જાગૃતીના ભાગરૂપે સેનેટરી નેપકીન્સ માટેના 'વેન્ડીંગ મશીન' અને ઇનસિનરેટર ઉપલબ્ધ કરાવતા અદભુત અને ઉમદા પ્રોજેકટનો પ્રારંભ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ, ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળના અધ્યક્ષ એસ.આર.બ્રહ્મભટ્ટ અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિ અને હાઇકોર્ટના કાનુની સેવા સમીતીના અધ્યક્ષ શ્રી આર.એમ.છાયા તથા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. ઉપરોકત પ્રોજેકટની તમામ મહાભાવોએ પ્રસંશા કરી હતી.

ઉપરોકત પ્રસંગે ઉકત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જેલના કેદીઓના કુટુંબોની વિગતોના ડેટા એન્ટ્રી માટેનું એક સોફટવેર કેદી માહિતી મોડયુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટના ડીસ્ટ્રીકટ જયુડીશ્યલ ડેટા ગ્રીડ સાથે આ સોફટવેરનું જોડાણ હોવાથી કાચા કામના કેદીઓની તમામ માહિતી હાઇકોર્ટ દ્વારા મેળવી શકાશે. કેદીના પરીવારોના સરનામા તેમજ મોબાઇલ નંબરો પણ અપડેટ થતા રહેશે. આ સોફટવેર દ્વારા કાચા કામના કેદીઓના પરીવારને મદદરૂપ થવાનો રાજય સરકારનો અભિગમ છે. ઉકત પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ એમ.આર.શાહે ગુજરાતના બંન્ને આગવા પ્રોજેકટનો લાભ લેવા અપીલ કરી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિએ પણ પ્રોજેકટને આવકારેલ.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રાજય સરકાર મહિલા કેદીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને કેટલું મહત્વ આપે છે તેની જાણકારી આપી હતી. જેલોના વડા ડો.કે.એલ.એન. રાવે કોર્ટ અને સરકાર દ્વારા બંદીવાનોની સુખાકારી માટે સુચવવામાં આવતા કાર્યો જેલ પ્રશાસન ઉત્સાહપુર્વક અને ખંતથી કરશે તેવી ખાત્રી આપી હતી. આભાર દર્શન જેલવડા દ્વારા થયેલ.

(12:20 pm IST)
  • કેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી અનુમુલા ગીતેશ સરમા ની નિમણુંક : ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે access_time 8:10 pm IST