Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

હત્યા-બળાત્કાર જેવા ગંભીર ગુનામાં હવે મહિલાઓ બાળકો કોઇપણ જાતના ડર વગર મુકતપણે ગવાહી આપી શકશે

ગુજરાતમાં સંવેદનશીલ ગવાહી કેન્દ્ર ખુલ્લુ મુકાયું: ગુજરાતના પાંચ જીલ્લામાં સેન્ટર કાર્યરત

અમદાવાદ તા. ૭ : હત્યા-બળાત્કાર જેવા સંગીન અપરાધિક ગુનાઓમાં હવે મહિલાઓ અને કોઇપણ જાતના ડર વગર કોર્ટોમાં પોતાની જુબાની આપી શકશે.

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીશ શ્રી એમ.આર.શાહ આ પ્રકારના ગંભીર બનાવોમાં મહિલાઓ-બાળકો હોઇપણ જાતના ડર, વગર કોર્ટોમાં પોતાની જુબાની આપી શકશે.

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીશ શ્રી એમ.આર.શાહે આ પ્રકારના ગંભીર બનાવોમાં મહિલાઓ- બાળકો કોઇપણ જાતા ડર વગર ખુલતી અને કોર્ટોમાં પોતાની ગવાહી આપી શકે તે માટે (વતરેબલ પિટનેશ ડોપીમીશન સેન્ટર) ની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાતની અદાલતોએ દરેક જીલ્લા સ્તરે આ કેન્દ્ર હેઠળ કાર્યવાહી શરૂ કરી છે ગાંધીનગર ખાતે તાજેતરમાં આ પ્રકારના કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જસ્ટીશ શ્રી શાહના સુચન મુજબ ગુજરાત સુરત, વડોદરા, ગોધરા, ગાંધીનગર અને અમદાવાદમાં આ પ્રકારના કેન્દ્ર (સેન્ટર) નું નિર્માણ કરવામાં આવેલ છે અને ધીમે ધીમે ગુજરાતના દરેક જીલ્લામાં આ કેન્દ્ર શરૂ થઇ જશે.

જસ્ટીશ શાહના જણાવ્યાનુસાર હત્યા-બળાત્કાર જેવા ગંભીર બનાવમાં જતા સાક્ષીઓની જુબાની લેવામાં આવે ત્યારે તેઓએ કંઇ રીતે ગવાહી આપવી અને કોર્ટ રૂમમાં કંઇ રીતે કાર્યવાહી થાય તેનો અનુભવ હોતો નથી જેના કારણે મહિલાઓ-બાબતે મુકતપણે ગવાહી આપી શકતા હોતા નથી.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષોમાં પ થી૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે જેના કારણે લોકોનો ન્યાય તંત્ર ઉપર વિશ્વાસ વધ્યો છે.

આ પ્રસંગે  જસ્ટીશ શ્રી શાહે જણાવેલ કે, જે કોઇએ સહન કયુંર્ છે. તેઓને ન્યાય મળવો જોઇએ આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશન શ્રી એસ.આર. બ્રહ્મભટ્ટ આર.એમ.છાયા, બી.એસ.પંચોલી, ગાંધીનગરના મુખ્ય જજ શ્રી આઇ.જ.ે વોરા, ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)