Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગોધરામાં પોસ્ટના બનાવટી દસ્તાવેજ બનાવી ત્રણ કરોડનું ફુલેકું ફેવરનાર દંપતીની ધરપકડ

એલ.સી.બી પોલીસે ગણતરીના દિવસોમાં ભેજાબાજ પતિ પત્નીની ધરપકડ કરી

પંચમહાલના ગોધરામાં પોસ્ટના બનાવટી દસ્તાવેજ બનાવીને ત્રણ કરોડનું ફુલેકું ફેવરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે. એલ.સી.બી પોલીસે ગણતરીના દિવસોમાં ભેજાબાજ પતિ પત્નીની ધરપકડ કરી હતી.

    પોલીસ પૂછપરછમાં પોતે પોસ્ટના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. રોકાણકારોના કરોડો રૂપિયા સટ્ટામાં ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગોધરા નજીકના વેજલપુર ગામે આરોપી ભાવેશ સુથાર તથા તેની પત્ની પોસ્ટ એજન્ટ તરીકે કરતા હતા.

(7:10 pm IST)