Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સુરતમાં મોબાઈલ ચોરી ,લૂંટ અને સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઇ : બે સગીર સહીત ત્રણ ઝડપાયા : 57 મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે

આખા રેકેટમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોબાઈલની ખરીદી કરનાર અબુ અમિર છોકરાઓ પાસે ચોરી-લૂંટ કરાવતો હતો

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 57 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે થોડા સમયથી શહેરમાં મોબાઈલની ચોરી અને રસ્તા પરથી મોબાઈલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી રહી હતી. દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એક ગેંગને ઝડપી પડવાની સફળતા હાથ લાગી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે સગીર સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેમની પાસેથી પોલીસે ચોરી અને લૂંટના 57 મોબાઈલ કબજે કર્યા છે.

 સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના જાપ્તામાં રહેલો  અબુ અમીર ઉર્ફે લાલા ચોરી કરાયેલા અને લૂંટ કરાયેલા મોબાઈલ ખરીદતો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ અંગેની ચોક્કસ બાતમી માળી હતી. જેને આધારે પોલીસે આ આખા રેકેટને ઝડપી પડ્યું છે. પોલીસે અબુની સાથે બે કિશોર સાગરીતોને પણ ઝડપી પડયા છે. દરમ્યાન તેમની પૂછ પરછમાં જાણવા મળ્યું કે, આ આખા રેકેટમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોબાઈલની ખરીદી કરનાર અબુ અમિર જ છે. અબુ અમીર નવા નવા છોકરા પાસે મોબાઈલની ચોરી અને લૂંટ કરાવતો હતો.

અબુ અમીર લૂંટ કરવા માટે મોટરસાયકલ પણ ભાડેથી આપતો હતો. ઉપરાંત લોકોની નજર ચૂકવી કે ઓટો રિક્ષામાં મુસાફરો સાથે ધક્કામૂકી કરી મોબાઇલની ચોરી પણ તે તેની ગેંગ પાસે કરાવતો અને બાદમાં તેમની પાસેના ચોરી મોબાઈલ તે ખરીદી લેતો હતો. અબુ આ પ્રકારની આઠ જણાની ગેંગ બનાવી મોબાઇલની ચોરી કરાવતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે તેમની પાસથી ચોરી અને લૂંટના કુલ 57 મોબાઈલ અને રોકડ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે સુરત ક્રાઇમ પોલીસે પકડેલા ગેંગની સઘન પૂછપરછ કરતા અને ચોરી ઉપરાંત લૂંટ કરાયેલા મોબાઈલની તાપસ કરતા સુરતના જુદા જુદા 12 પોલીસ મથકના 30 જેટલા ગુનાઓની ભેદ ઉકેલાયો હતો. જેમાં કતારગામ 5 ,પુણા 1 , રાંદેર 3 ,વરાછા 1 ,લાલાગેટ 2 ,મહિધરપુરા 6, ઉધના 1, અડાજણ 1, ઉમરા 3, અઠવાલાઇન્સ 3, ચોકબજાર 3, ખટોદરા 1 મળી કુલ 12 પોલીસ મથકના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

(11:43 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા પર રોક લગાવવા સુનાવણી હાથ ધરાવશેઃ ગત સપ્તાહે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે access_time 11:25 am IST

  • ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી અનુમુલા ગીતેશ સરમા ની નિમણુંક : ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે access_time 8:10 pm IST