Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સુરતના તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ મનપાના એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી નામંજૂર થતાં પોલીસે ધરપકડ કરી

સુરતનાં તક્ષશિલા કાંડમાં 22 વિદ્યાર્થીઓ મોતને મુખમાં હોમયા હતા. બિલ્ડિંગ્ન બીજા માળે લાગેલી આગ છેક ચોથા માલ સુધી ફેલાઈ હતી અને ત્યાં આવેલ ટ્યુશન ક્લાસના વિધાર્થીઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.

આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુરત નગરપાલિકાના જુનિયર એંજિનિયર અને આરોપી એવા અતુલ ગોરસવાલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કરાયો હતો. બે દિવસના રિમાન્ડ બાદ ક્રાઇમ બ્રાન્ચે વધારાના રિમાન્ડની માગણી કરી નહતી.

ધરપકડથી બચવા માટે આરોપી ગોરસાવાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે નામંજૂર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

(10:33 pm IST)