Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અમદાવાદ શહેરમાં સાંજના સુમારે જોરદાર વરસાદ થયો

ઓઢવ વિસ્તારમાં કલાકોના ગાળામાં બે ઇંચ : રખિયાલ, વિરાટનગર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા : પૂર્વના વિસ્તારોમાં દોઢ ઇંચ વરસાદ

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ આજે બપોર બાદ થયો હતો જેના કારણે જનજીવન ઉપર અસર થઇ હતી. સાંજના સુમારે પશ્ચિમના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. કલાકોના ગાળામાં જ ઓઢવ વિસ્તારમાં બે ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં ચારેબાજુ પાણી ભરાયા હતા. રખિયાલ અને વિરાટનગર જેવા વિસ્તારોમાં સવા ઇંચથી વધુ વરસાદ થયો હતો. અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં દોઢ ઇંચથી પણ વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં સિઝનમાં આ વખતે કેટલાક દોરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. હાલના વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત કફોડી બની છે જેને લઇને નારાજગી સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે. બે લોકોના મોત એક જ દિવસમાં ખરાબ રસ્તાના કારણે થતાં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. ખરાબ રસ્તા અને ખાડા, ભુવાઓના લીધે અકસ્માતોનો ખતરો વધી ગયો છે.

            અમદાવાદમાં ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં આજે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. તો, સાંજના સુમારે પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઇ હતી. જેના કારણે અમદાવાદ શહેરના વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરીથી પધરામણી કરતાં નવરાત્રિના ખૈલેયાઓ, આયોજકોની સાથે સાથે જગતના તાત ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે. નવરાત્રિના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદને લઇ ખૈલેયાઓમાં થોડી નિરાશા જોવા મળી હતી. જો કે, વરસાદનું જોર અમદાવાદ શહેરમાં પ્રમાણમાં ઓછુ રહેતાં આયોજકોએ પણ વરસાદી પાણી તાત્કાલિક સૂકાવી ખૈલેયાઓની રાસ-ગરબાની મોજમાં કોઇ ઉણપ ના વર્તાય તેવા આયોજનો હાથ ધર્યા હતા.

         અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે ઉઘાડ નીકળ્યા બાદ બપોર સુધીમાં તો, વાદળો ઘેરાવાનું શરૂ થયુ હતુ અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે અચાનક પૂર્વ અમદાવાદના બાપુનગર, હાટકેશ્વર, સીટીએમ, ખોખરા, અમરાઇવાડી, નરોડા, રખિયાલ, જશોદાનગર, ઓઢવ, વટવા, નિકોલ, રામોલ, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં  ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ ત્રાટકતાં નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે સામાન્ય પાણી પણ ભરાઇ ગયા હતા. બીજીબાજુ, સાંજ સુધીમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો હતો અને શહેરના પશ્ચિમ વિસ્તારના કેટલાક સ્થળોએ હળવો અને ઝરમર છાંટણા સાથેનો વરસાદ નોંધાયો હતો.

વરસાદની સાથે સાથે...

*   અમદાવાદ શહેરમાં નવરાત્રિનો રંગ અંતિમ તબક્કામાં છે ત્યારે ફરીવાર ધોધમાર વરસાદ

*   પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ થયો

*   ઓઢવમાં કલાકોના ગાળામાં જ બે ઇંચથી વધુ વરસાદ થતાં પાણી ભરાઇ ગયા

*   રખિયાલ, વિરાટનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ

*   અમદાવાદ શહેરમાં ટૂંકા વિરામ બાદ ફરીથી વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા ફેલાઈ

*   મોડી સાંજે પડેલા વરસાદના કારણે રવિવારના દિવસે પણ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ ગઈ

*   ઓઢવમાં લોકો મુશ્કેલીમાં નજરે પડ્યા

 

(9:51 pm IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST