Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ખેડૂતોની આવક બમણી કરવા રૂપાણી સરકારનો મક્કમ નિર્ધાર : મગફળીનાં ટેકાનાં ભાવ પ્રતિ મણ ૧૦૦૦ જાહેર કરતા મુખ્યમંત્રી

ખેડૂતોની આવક બમણી કરવા રૂપાણી સરકારનો મક્કમ નિર્ધાર : મગફળીનાં ટેકાનાં ભાવ પ્રતિ મણ ૧૦૦૦ જાહેર કરતા મુખ્યમંત્રી

 

અમદાવાદ :ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૦૩ ટકા જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે અને આગામી દિવસોમાં હજુ વધુ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. ગત વર્ષ કરતા વર્ષે ચોમાસું સારું હોવાથી ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી, કપાસ, કઠોળ સહિતનાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે અને તેમનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થવાની આશા સેવાય રહી છે. જોકે તમામ પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાથી તેના ભાવો દબાવવાની આશંકા પણ સેવાય રહી છે. જેથી ખેડૂતોમાં સારા પાકની આશામાં આનંદ સાથે ભાવો નીચા જવાની ચિંતા પણ ઉભી થવા પામી છે.

  ખેડૂતોની વર્તમાન અને ભાવિ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી પહેલા પાળ બાંધનારી પાણીદાર રૂપાણી સરકારે મગફળીનાં ટેકાનાં ભાવોની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે મગફળીનાં એક મણનાં રૂા.૧૦૦૦ના ટેકાનાં ભાવ આપવાની જાહેરાત કરીને ગમે તેટલી મગફળીની ખરીદવાની તૈયારી દર્શાવી છે. ગત સીઝનમાં પણ રૂપાણી સરકારે એક હજાર રૂા.ના પ્રતિ મણનાં ટેકાનાં ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદી હતી. રૂપાણી સરકારે ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે મગફળી ખરીદવાની જાહેરાતથી ખેડૂતોમાં ખુશીની લહેત વ્યાપી ગઈ છે.

  વર્ષે મગફળી સહિતનાં વાવેતરોનો બમ્પર પાક થવાનો છે. રૂપાણી સરકાર ૧૦૦૦ રૂા.ના દરે મગફળી ખરીદશે અને ખેડૂતોને અન્ય તમામ પેદાશો માટે પણ સ્પર્ધાત્મક ભાવ મળશે. ખેતી પ્રધાન દેશ ભારતમાં જગતનાં તાતની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક કૃષિ યોજનાઓ બનાવી રહ્યાં છે જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતનાં ખેડૂતોનાં સર્વાંગી વિકાસ માટે તેમના પાકોનાં પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર કમર કસી રહ્યાં છે. તેથી વર્ષે પણ મગફળીનાં ટેકાનાં ભાવ રૂા.૧૦૦૦ જાહેર કરીને ખેડૂતોને લૂંટતા બચાવવાનો રૂપાણી સરકારે ખેડૂતહિતલક્ષી નિર્ણય કર્યો છે.

(12:55 am IST)