Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા : ગોરવા-કારેલીબાગમાં 19 એકમો તપાસ :19 કિલો અખાદ્ય જથ્થાનો નાશ : 12 વેપારીઓએ નોટિસ

મોદક, લાડુ અને ફરસાણ સહિતનું ચેકીંગ : 15 નમૂના લેવાયા :

વડોદરામાં ગણેશોત્સવને પગલે શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ ઈન્સ્પેક્ટરોએ ગોરવા અને કારેલીબાગના ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં તપાસ કરી હતી. 19 એકમોમાં મોદક, લાડુ અને ફરસાણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની તપાસ કરી હતી, જેમાંથી 15 નમૂના લઈને તેને વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા.

તપાસ બાદ 18 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. આરોગ્ય વિભાગે 12 વેપારીઓને નોટિસ પણ ફટકારી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ફૂડ સેફ્ટી કમિશનર નિર્દેશ અનુસાર આરોગ્ય વિભાગે આ દરોડા પાડ્યા હતા. વડોદરાના વોર્ડ નંબર 1, 2, 4, 6, 7,10 અને 12માં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું.

(12:44 am IST)