Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ખેડબ્રહ્માના ખેરોજથી લાંબડીયા તરફ જવાના રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયા : વાહનોની લાંબી કતાર

ખેડબ્રહ્મા : ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાથી ખેડબ્રહ્માના ખેરોજથી લાંબડીયા તરફ જવાના રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયા છે. જેથી મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એક કિલોમીટર જેટલી વાહનોની કતાર જામી હતી. વાહન ચાલકોને કિમતી સમય રસ્તા પર વિતાવાની ફરજ પડી હતી

(9:26 pm IST)