Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે બે સ્થળે મકાન ધરાશાયી: સદનસીબે કોઇ જાનહાનિ નહિ

એક મકાનની દીવાલ તથા બીજી ઘટનામાં મકાન તુટી પડયું

ભરૂચ શહેરમાં વરસાદના પગલે વચ્ચે બે સ્થળે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના સૈયદવાડ નજીક ખાટકીવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ તથા બીજી ઘટનામાં બળેલી ખો વિસ્તારમાં મકાન તુટી પડયું હતું

    આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં લાલભાઇની પાટમાં મકાન તુટી પડતાં પરણિતાનું મોત થયું હતું. ત્યારબાદ પણ અનેક બનાવો બની ચુકયાં છે. નગરપાલિકા ભયજનક મકાનો ઉતારી લેવા નોટીસ આપે છે પણ અસરકારક કામગીરી કરતી ન હોવાથી ફરિયાદો ઉઠી રહી છે. વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી લોકો પણ જીવના જોખમે ભયજનક મકાનોમાં રહે છે. ભરૂચમાં બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મુકીને વરસી રહયાં છે ત્યારે મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યાં છે. શનિવારે એક દિવાલ અને મકાન તુટી પડવાની ઘટનાઓ બની હતી. સદનસીબે કોઈ જાનહાની થવા ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો

(7:50 pm IST)