Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમીન ઓટો નજીક વોચ ગોઠવીને બાઈક ચોરને રંગે હાથે દબોચ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અમીન ઓટો પાસે વોચ ગોઠવીને ફાગણીના એક સગીર આરોપીને ચોરીના પલ્સર બાઈક સાથે ઝડપી પાડીને કુલ ચોરીના ભેદ ઉકેલી નાંખ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમીન ઓટો ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહેલી એલસીબી પોલીસે પલ્સર બાઈક પર મોગરી ગામ તરફથી આણંદ તરફ આવી રહેલા એક કિશોરને અટકાવીને બાઈકની માલિકીના કાગળીયા તેમજ લાયસન્સની માંગણી કરી હતી જે અંગે સગીર ગલ્લાતલ્લા કરવા લાગતાં પોકેટકોપ મોબાઈલ દ્વારા પલ્સરની તપાસ કરતા તે વિદ્યાનગર ખાતેથી ચોરાયું હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી સગીરને એલસીબી પોલીસ મથકે લાવીને પુછપરછ કરતાં તેણે છેલ્લા ચાર-પાંચ મહિના દરમ્યાન વિદ્યાનગર, આણંદ શહેર અને નડીઆદના રામપુરા વિસ્તારમાંથી કુલ બાઈકો ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે તમામ બાઈકો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:16 pm IST)