Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સુરત: વરાછાની યુવતીને લગ્ન કરવા મજબુર કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં ? જો મારી સાથે લગ્ન નહીં કરશે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સરથાણાની પરિણીતાના  સ્કૂલના મિત્ર વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સૌરાષ્ટ્રની વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં પતિ સાથે રહેતી 22 વર્ષીય પરિણીતા થોડા સમય અગાઉ વરાછા ખાતે એક દુકાનમાં નોકરી કરતી હતી. ત્રણ માસ પહેલા નોકરી પતાવી સાડાસાત વાગ્યે ઘરે પગપાળા જતી હતી ત્યારે વરાછા મેઇન રોડ અરિહંત જ્વેલર્સ નજીક તેનો સ્કૂલ મિત્ર વિવેક કાંતિભાઈ ચોપડા (રહે.ગઢપુર ટાઉનશીપપાસોદરાસુરત) તેને જોઇ આવ્યો હતો અને પાછળથી તેનો હાથ પકડી લીધો હતો. પરિણીતાએ હાથ છોડી દેવા કહેતા વિવેકેતું મારી સાથે લગ્ન કરતું તારા પતિને છુટાછેડા આપી દે તેમ કહી તેની કમરના ભાગે હાથ લગાવી છેડતી કરી હતી. મારા લગ્ન થઈ ગયા છે તેમ પરિણીતાએ કહી દીધું હતું. ત્યારે તેનો પતિ કામ પરથી બાઇક પર આવતા તેની સાથે તે ઘરે ગઇ અને પતિને જાણ કરતા પતિએ પણ વિવેકને સમજાવ્યો હતો.

(5:12 pm IST)