Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વડોદરા: કેનેડાના વર્કપરમીટ આપવાના બહાને ઠગ મહિલાએ 18.50 લાખની છેતરપિંડી આચરી ઓફિસ બંધ કરી દેતા પોલીસ ફરિયાદ

વડોદરા:કેનેડાના વર્કપરમિટ અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર ઠગ મહિલાએ ૧૮.૫૦ લાખ રૃપિયા પડાવી લીધા હતાં. અને ત્યારબાદ ઓફિસ બંધ કરી દીધી હતી. ગુનામાં ફતેગંજ પોલીસે ઠગ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, ગોરવા મધુનગરમાં રહેતી રૃકસાનાબેન મહંમદમીયા શેખે છાણી જકાતનાકા કુંજ પ્લાઝામાં એબ્રોડ ઓવરસીઝ નામની ઓફિસ છેલ્લા એક વર્ષથી શરૃ કરી હતી. અને કેનેડાના ત્રણ વર્ષના વર્કપરમિટ માટે જહેરાત કરી હતી. જેથી, છાણી જકાતનાકા પાસે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રહેતા નિકેતા મેહુલકુમાર પટેલે રૃકસાનાનો સંપર્ક કર્યો હતો. રૃકસાનાએ કહ્યું હતું કે હું લોકોને ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા પર કેનેડા મોકલું છું. તમારે તમારો  બાયોડેટા પાસપોર્ટ, અનુભવનું સર્ટિફિકેટ, બે ફોટા, પાનકાર્ડ, આધારકાર્ડ, બર્થ સર્ટિફિકેટ આપવા પડશે. મારી ફી ૧૦ લાખ રૃપિયા છે. જે પૈકી .૫૦ લાખ રૃપિયા અહીંયા મને રોકડા આપવાના રહેશે અને બાકીના .૫૦ લાખ રૃપિયા તમે કેનેડા પહોંચો અને નોકરી મળે પછી તમારા પગારમાંથી દર મહિને એક-એક લાખ રૃપિયા આપવાના રહેશે. તમારા વર્ક પરમિટ કોઇ કારણસર કેન્સલ થશે તો ફરીથી કોઇ ચાર્જ લીધા વિના કાર્યવાહી કરી આપીશ. રૃકસાનાની વાતોમાં આવી થોડાદિવસ પછી નિકેતા પોતાના ભાઇની સાથે રૃકસાનાની ઓફિસ ગઇ હતી. રૃકસાનાએ નિકેતાના ૧૦ વર્ષના પુત્રના પણ વીઝા માટે ખાત્રી આપી હતી. રૃકસાનાની વાતોમાં આવીને નિકેતાએ ચેકથી .૪૪ લાખ રૃપિયા અને હજાર રોકડા રૃકસાનાને ચૂકવ્યા હતાં.

(5:12 pm IST)