Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

'સ્વચ્છ મહોત્સવ' ગુજરાતને ૫ કેટેગરીમાં એવોર્ડ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત અગ્રીમ હરોળમાં મોખરે : જલ શકિત મંત્રાલય દ્વારા

રાજકોટ : ગુજરાત તેની અનન્ય પહેલો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને રાજયના વિકાસ માટે લાંબા ગાળાની લક્ષ્યોને કારણે હંમેશાં એક રોલ મોડેલ રાજય રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજય અવિરત વિકાસ પામ્યું છે અને આ વારસો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આગળ ધપાવી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ, ઉચ્ચતમ સફાઇ અભિયાનને પરિણામે શ્રી સોમનાથ મંદિરને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, જલ શકિત મંત્રાલય અને પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા શ્રેષ્ઠ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની પ્રેરક ઉપસ્થિતિમાં વિજ્ઞાન ભવન ખાતે ઔપચારિક એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ કેટેગરી માટેનો એવોર્ડ જલ શકિત મંત્રાલયના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે આપવામાં આપ્યો હતો.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ઓડીએફ પ્લસ પર ૪+૧ આઇઈસી ઝુંબેશ દરમિયાન ઉત્ત્।મ પ્રદર્શન માટે રાજયે સ્વચ્છ ભારત એવોર્ડ માટે બીજું સ્થાન પણ મેળવ્યું છે. આ એવોર્ડ ભારતના  રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના વરદ હસ્તે ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર ને આપવામાં આવ્યો હતો.સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત, ODF+ ના આઇ.ઇ.સી. અભિયાન હેઠળ સ્વચ્છતા દર્પણ તબક્કો ત્ત્ત્ ની શરૂઆત કરવામાં આવી છે,કુલ ૧૮૨૬૧ ગામોમાં ૪ વોલ પેઇન્ટિંગ્સ અને ૧ ઓડીએફ ડિસ્પ્લે બોર્ડ સ્થાપિત કરવા માટે એક અંગભૂત ભાગ છે.ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઘનેશ્વર ગામોમાં રહેતી જમનાબેન વિજયસિંહ રાઠવાને મહિલા ચેમ્પિયનની યાદીમાં પોતાનું યોગદાન આપવા બદલ મંત્રાલય દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે. સ્વચ્છતા બાળપણથીજ તેના સ્વભાવના મૂળ માં હતી. તેમણે લોકોને ખુલ્લામાં શૌચ કરવાના દુષ્પ્રભાવો વિશે જાગૃત કર્યા અને તેમને શૌચાલયો બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.તેના નેતૃત્વ દ્વારા તેને વર્ષ ૨૦૧૬ માં ગામના સરપંચનું બિરૂદ મેળવ્યું.તેની મહેનત અને ખંતથી તેના ગામને ઓડીએફનો દરજ્જો પ્રાપ્ત થયો.

(3:47 pm IST)