Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગુજરાતમાં વરસાદ ઝાપટાથી ૩ ઇંચ સુધી મેઘ કૃપા

ઉકાઇ ડેમની સપાટીમાં વધારો... ડાંગર, શેરડીના પાકને લાભ

વાપી તા. ૧૭ :.. રાજયના અનેક વિસ્તારોમાં પાછોતરો વરસાદ પડતા ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાઇ રહ્યો છે. હજુ પણ આગામી ૪૮ કલાકમાં વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદુ છે.

શ્રીજી, વિર્સજન પર્વ દરમ્યાન મેઘરાજા પણ  વિદાય ભણી જ હોય છે. કયારેક તો વિરામ ઉપર પણ હોય છે. પરંતુ આ વર્ષે મેઘરાજા શ્રીજી વિર્સજન વેળાએ પણ રાજયના અનેક વિસ્તારોમાં મન મુકીને વરસી રહ્યા છે.

રાજયમાં પડી રહેલા પાછોતરા વરસાદને પગલે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ, સર્જાયો છે. કારણ કે ડાંગર તેમજ શેરડી સહિતના કેટલાક પાકો માટે આ વરસાદ આર્શીવાદ રૂપ છે.

જયારે કેટલાક પાકોને હાલમાં વરાપની જરૂર હોવાથી આ વરસાદ એ પાકને નુકસાન કરશે તેવી ભીતી સેવાઇ રહી છે. તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની પરચાને પગલે ભારે હાલાકી ઉભી થવા પામી છે.

વરસાદને પગલે નાળાઓ, નદીઓ કોઝવે સહિતના જળાશયો અને મોટાભાગના ડેમો કાં તો છલકાયા છે કાં તો છલકાવાની તૈયારીમાં છે જેથી આ વર્ષે પીવાના પાણીની સમસ્યા મોટે ભાગે નહિ રહે એટલું જ નહિ કેટલાક વિસ્તારોમાં પાક માટેના પાણીની સમસ્યા પણ મોટે ભાગે હલ થઇ જશે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી પણ સતત વધી રહી છે. કારણ કે એક બાજુ ડેમના કેચમેન્ટમાં પડી રહેલો વરસાદ તો બીજી બાજુ હથનુર ડેમમાંથી છોડાતું પાણી...  ઉકાઇડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે વધીને ૩૩૯.૭૪ ફુટે પહોંચી છે ડેમમાં ૩૩.૯રપ કયુસેક પાણીના પાણી છોડાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪પ ફટ છે એટલે કે હવે ભયજનક સપાટી આડે આશરે માત્ર પંાચ ફુટનું અંતર બાકી છે. આથી તંત્ર સતત સર્તક છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે  આંકડામાં સૌ પ્રથમ કચ્છ પંથકમાં અબડાસા ૩૯ મી.મી.અને માંડવી ૧૦ મી.મી. તો પાટણ જીલ્લાના તાલુકાઓમાં પાટણ ૧૧ મી.મી. અને સિદ્ધપુર, ૪પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારના અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં સાણંદ ૧૧ મી.મી. તો આણંદ જીલ્લાના તાલુકાઓમાં સોજીત્રા રર મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં વડોદરા ર૦ મી.મી. મુખ્યત્વે વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત દ. ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ ર૦ મી.મી. હાંસોટ ૧૪ મી.મી. જંબુસર ૪ર મી.મી. તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં સાગબારા ૧ર મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ૧૦ મી.મી.વ્યારા ર૩ મી.મી. અને ડોલવણ રપ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૧પ મી.મી. ઓર્વાસી ૧ર મી.મી. માગરોળ ર૪ મી.મી. પલસાણા, ૩૯ મી.મી. તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં જલાલપોર રર મી.મી.નવસારી ૧૬ મી.મી.અને વાંસદા ૧૯ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં વધઇ ૧૧ મી.મી.વરસાદ નોંધાયેલ છે.

વલસાડ જીલ્લાને જોઇએ તો અહી ધરમપુર ૧૬ મી.મી. કપરાડા ૭૧ મી.મી. ઉમરગામ ૩૧ મી.મી. વલસાડ રર મી.મી. અને વાપી ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે મેધમહેર યથાવત છે.

(3:46 pm IST)