Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાલે અંબાજી મેળાનો મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પ્રારંભ : યાત્રીઓ માટે પ્રથમવાર ટેન્ટસિટી બનાવાઈ

શ્રદ્ધાળુઓ માટે જમવાની સુઘડ વ્યવસ્થા : પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો : વાહનોનું સઘન ચેકીંગ

ભાદરવી પુનમને લઇને અંબાજી ખાતે રાજ્યભરમાંથી લોકો પગપાળા પહોંચી રહ્યાં છે કાલે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે અંબાજી મેળાનો પ્રારંભ કરાશે અંબાજી ખાતે આ મેળો આગામી 9 સપ્ટેમ્બરથી 15 તારીખ સુધી ચાલશે. જેમાં તંત્ર દ્વારા યાત્રીઓ માટે જમવાની સુવ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આ વખતના અંબાજી મેળામાં યાત્રીઓ માટે સૌ પ્રથમ વખત ટેન્ટ સીટી બનાવવામાં આવી છે.
 બીજી તરફ ગુજરાતમાં હુમલાના એલર્ટને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની મુલાકાતને લઇને પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠામાં આવેલ મા અંબાજી ધામમાં આવતીકાલથી મેળાનો પ્રારંભ થશે. આ મેળાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્ધારા ખુલ્લો મુકવામાં આવશે. આગામી 9 થી 15 તારીખ સુધી અંબાજી ખાતે આ મેળો ચાલશે.
  આ મેળામાં આવનાર યાત્રીઓ માટે તંત્ર દ્વારા જમવાની સુઘડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંબાજીમાં પ્રથમ વખત ટેન્ટ સીટી બનાવવામાં આવી છે. જેમાં યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ હુમલાને એલર્ટને લઈને પોલીસ દ્ધારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(5:02 pm IST)