Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમદાવાદમાં માનસિક અસ્થિર મહિલાને બાળકો ઉપાડી જતી હોવાનું સમજી સ્થાનિકોએ માર માર્યો

દરિયાપુરમાં બનાવ મામલે ચાર લોકો સામે ફરિયાદ : મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ

અમદાવાદના દરિયાપુરમાં બાળકોને ઉપાડવા આવી હોવાની શંકા રાખીને સ્થાનિકોએ મહિલાને માર માર્યો હતો. જો કે મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યુ છે.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં મહિલાને સારવાર અર્થે મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્થાનિકોએ બાળકોને ઉપાડી ગયાની શંકાના આધારે માર માર્યો હતો. જેને લઇને આ મામલે ચાર લોકો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે
જો કે આ મહિલાની માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને આ ઘટના બાદ મહિલાને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

(1:14 pm IST)