Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ICICI પ્રુડેન્શિયલ દ્વારા એમસીએ વેલ્થ ફોરમ એડવાઈઝર કોન્ફીડન્સ સર્વેમાં ટોચના સ્થાને

અમદાવાદ : વેલ્થ ફોરમ એડવાઈઝર કોન્ફીડન્સ સર્વે ૨૦૧૯ના આઠમા વાર્ષિક સર્વેક્ષણમાં ઈકિવટી ડેટ, હાઈબ્રીડ અને પુડન્ટ રીસ્ક મેનેજમેન્ટ સહિતની ચારેય મુખ્ય કેટેગરીઝ પૈકીની ત્રણમાં આઈસીઆઈસીઆઈ પુડેન્શિયલ એએમસીએ ટોચનું સ્થાન મેળવ્યુ હતું. સર્વેમાં એચડીએફસી એફટી, મિરાઈ અને કોટક જેવી અન્ય કંપનીઓએ પણ ભાગ લીધો હતો.

૪૫ શહેરોના ૩૫૦ સ્વતંત્ર નાણાકીય સલાહકારો (આઈએફએ)ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે પૈકીના દરેક તેમના શહેરોના ટોચના પાંચ આઈએફએમાં સ્થાન ધરાવતા હતા. આ આમંત્રિતો પૈકીના ૨૪૬ આઈએફએએ આ સર્વેને ખરા અર્થમાં સ્વતંત્ર નાણાકીય સલાહકાર સમુદાયના લીડ્ર્સનો અવાજ બનાવ્યો હતો. આ સર્વેના મુખ્ય તારણો પરથી જણાયુ કે કમિશન કટ્ટસ, ઈકિવટી બજારની અફડાતફડી અને ધિરાણ બજારની અનિશ્ચિતતાઓથી વેપાર જગતનો વિશ્વાસ ડગમગી ગયો છે.

પ્રતિસાદ આપનારા પૈકી કેટલાકનું માનવુ હતું કે મ્યુચ્યુઅલ ફંડ વિતરણ હવે ખર્ચાળ બન્યુ છે. જયારે મોટાભાગના લોકોએ વેપારમાં વૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. દેશના યુવાન રોકાણકારો તેમની તમામ અંગત નાણાકીય બાબતોની માહિતી, સલાહ તથા કામગીરી અંગે ડીજીટલ માધ્યમો જ પસંદ કરી રહ્યા છે ત્યારે આવા રોકાણકાર વર્ગ સાથે સંકળાવવાના માર્ગો શોધવા ભારતના અગ્રણી આઈએફએ પૈકી મોટાભાગના તત્પર જણાવ્યા બજારની અફડા તફડી છતા ઈકિવટી ફંડ સમા લોકોનો ભરોસો હજુય મજબૂત છે.

(1:10 pm IST)