Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

દિયોદર રેલવે ફાટક પાસે લુન્દ્રા ગામની યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરતા ચકચાર

બનાસકાંઠાનાં દિયોદર રેલવે ફાટક પાસે લુદ્રા ગામની એક  યુવતીએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી  છે.  આત્મહત્યા પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

   આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠાના દિયોદર રેલવે ફાટક પાસે એક યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો લોકોનાં ટોળે ટોળા આ જોવા આવ્યાં હતાં.

  આ યુવતી પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. જેના કારણે પોલીસ યુવતીનાં પરિવાર અને મિત્રોની પૂછપરછ પ્રક્રિયા હાથ ધરી છે. યુવતીએ લીધેલા અંતિમ પગલું કેમ ભર્યું તે સામે આવ્યું નથી.

યુવતીનો મૃતદેહ પોલીસે કબજો કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. દિયોદર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)