Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ પાર્ક બનશે

ઝાયડસ ફાર્માસ્યુટીકલ, એબીટીસી, યુનિસેફ અને ઈન્ડિન આર્મીના રિસર્ચ પાર્ક બનશે.

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે મળીને રિસર્ચ પાર્ક બનશે, રાજ્યની અનુદાનિત યુનિવર્સિટીઓમાં ગુજરાત યુનિવર્સિટી માત્ર એક એવી છે જે આ પ્રકારનાં રિસર્ચ પાર્કમાં પ્રથમ છે.

  ગુજરાત  યુનિવર્સિટીએ પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ તેમજ એબીટીસી, યુનિસેફ અને ઈન્ડિયન આર્મી સાથે એમઓયુ કર્યા છે. આ કંપની સહિત તમામ સંસ્થાઓ ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ અને ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ શરુ કરશે. જેમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ સીધા જ આ કંપનીઓ અને સંસ્થાઓમાં કામ કરશે અને યોગ્યતા મેળવી સીધો રોજગાર આ કંપનીઓમાં મેળવશે.

    આ રિસર્ચ પાર્ક કુલ ત્રણ ફેઝમાં શરુ કરવામાં આવશે. જેના પ્રથમ તબક્કાનું કામમાં આગામી એક માસમાં પઝેશન મળશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટીએ તમામ કામગીરી પુર્ણ કરી દેવાઈ છે

  આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ અનુદાનિત યુનિવર્સિટી કે જ્યાં કોઈ પણ જગ્યાએ રિસર્ચ પાર્ક નથી. યુનિવર્સિટી કક્ષાએ પહેલીવાર આવો કોઈ બનાવ છે કે જે બનવા જઈ રહ્યોં છે. જ્યાં વિદ્યાર્થીઓ અને કંપનીએ બંનેને સાથે રાખીને અભ્યાસ ક્રમ અને ઈન્ડસ્ટ્રીઝની જરુરિયાત બંનેને લીંક કરવાનો આ પ્રામાણિક પ્રયાસ છે

(11:29 am IST)