Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ડાંગના સુબીર પંથકમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ : બે સ્થળોએથી છોડ મળ્યા : ત્રણ શખ્શોની અટકાયત

એફએસએલને સાથે રાખીને દહેર અને ઉગા ગામે પોલીસનો દરોડો :439 ગાંજાના છોડ કબ્જે

 

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળતા પોલીસે 2 જગ્યાએ રેડ કરી હતી. જેમાં દહેર અને ઉગા ગામે ગાંજાની ખેતી કરતા ત્રણ શખ્શો ઝડપાયા છે

  આ રેડમાં પોલીસે એફએસએલને પણ સાથે રાખી તપાસ કરતા, ઉગા ગામે હરીશ પવાર અને દેવરામ પવાર નામના 2 ઇસમોએ પોતાના મકાનના વાડા અને ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાની બાતમી મળતા બંને શખ્સની અટકાયત કરવામાં આવી છે.

   આ ઉપરાંત પોલીસ ટીમે દહેર ગામે રામુ પવારને ત્યાં તપાસ કરતા તેના ખેતરમાં ગાંજાની ખેતી મળી આવી હતી. પોલીસે બંને સ્થળેથી બે લાખથી વધુની કિંમતના 439 ગાંજાના છોડ કબજે કરી, ત્રણેય શખ્સો વિરૂદ્ધ નાર્કોટિક્સના ગુના હેઠળની કાર્યવાહી કરી છે.

(12:48 am IST)