Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આદર્શ ગામ યોજના અંતર્ગત અરૂણ જેટલીએ દત્તક લીધેલ વડોદરાનું કરનાળી ગામ હજુ પણ શોકમાં ગરકાવઃ યાદ કરીને આંખોમાં આવી જાય છે આંસુ

વડોદરા: દેશભરમાં અરુણ જેટલીના નિધનથી લોકો શોકમાં ડૂબ્યા છે. ત્યારે આદર્શ ગામ યોજના અંતરગત અરૂણ જેટલીએ દત્તક લીધેલું કરનાળી ગામ હજી પણ શોકમાં છે. ગત મહિનાની 24 ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું. તેમના ખરાબ સ્વાસ્થ્યના કરાણે તેઓ મંત્રિમંડળમાં પણ સામેલ થયા ન હતા અને ગત મહિને સારવાર માટે તેઓ એમ્સમાં દાખલ પણ થયા હતા. ત્યારે આજે આ ગામના લોકો તેમને યાદ કરે છે તો તેમની આંખોમાં આસું આવી જાય છે. એક રાજકારણી માટે તેનાથી વધારે શું હોઇ શકે છે.

આ યુગમાં જ્યાં ગંદુ રાજકારણ ચર્ચામાં રહે છે, અને નેતાઓ વચ્ચે સતત આક્ષેપોની પ્રક્રિયા ચાલતી રહે છે. તેવામાં દેશના લોકો કોઇના પર વિશ્વાસ કરવો યોગ્ય માનતા નથી. તેવામાં આ નેતા માટે ખુબ જ મોટી વાત છે. દેશના પૂર્વ નાણામંત્રી, રક્ષા મંત્રી જેવા પદ પર રહેલા અરુણ જેટલીએ આદર્શ ગામ યોજના અંતર્ગત વડોદરાના ડભોઇ તાલુકાના કરનાળી ગામને દત્તક લીધું હતું. જ્યાં તેમણે મન લગાવીને ગામનો વિકાસ કર્યો છે.

અરુણ જેટલીએ ગામને દત્તક લેતા જ ગામમાં વિકાસના કાર્યો શરુ કર્યા હતા. જેટલીએ ગામને દત્તક લીધા બાદથી આજે આ ગામમાં દરેક જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે. જેટલીના આ ગામમાં મહિલાઓને રોજગારથી લઇને રસ્તા, સોલાર લાઇટ્સ જેવી તમામ વસ્તુનો વિકાસ કર્યો છે. જેટલીએ 1000થી 1500ની આબાદીવાળા આ ગામમાં સ્પોર્ટ કોમ્પલેક્ષનું પણ નિર્માણ કરાવ્યું છે. જેના વિશે ગામના બાળકોએ સપનામાં પણ વિચાર્યું નહતું.

આ ગામમાં ત્રણ મહિલા સ્કૂલ પણ બનાવવામાં આવી છે. ગામના દરેક ઘરમાં નળની સુવિધા ઉપલબ્ધ છે અને તેમાં પાણી પણ આવે છે. ત્યારે આ ગામમાં પૂલ ના હોવાના કારણે ગ્રામીણોએ બોટમાં બેસી નદી પાર કરવી પડતી હતી. જેમાં ગ્રામીણોના જીવને પણ જોખમ રહેતું હતું. પરંતુ હેવ આ ગામમાં પાક્કા પુલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી હવે લોકોનો સમય પણ બચે છે અને જીવને કોઇ પ્રકારનું જોખમ રહેતું નથી.

જેટલીના આ ગામમાં પાક્કા રસ્તા, સોલાર લાઇટ્સ, ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે. ગામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ગામની મહિલોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્કિલ ઇન્ડિયા અંતર્ગત મહિલાઓ માટે ઘણા કેમ્પ કરવામાં આવ્યા હતા. જેનાથી ગામની મહિલાઓ આત્મનિર્ભર થઇ શકે છે. આજે જે કોઇપણ સૌથી વધારે જેટલીને યાદ કરે છે તો તે ગામની મહિલાઓ છે.

(5:35 pm IST)